Thursday, May 6, 2010

રાયણ - ( કોકડી )

રાયણ - ( કોકડી )


હાલ રાયણની સિઝન છે. રાયણ એ ચીકુના કુટુંબનુ ફળ છે અને તે ખૂબ ખડતલ, ટકાઉ અને અર્ધસૂકા વિસ્તારનુ ઝાડ હોવાથી રાયણના છોડ પર ચીકુની કલમ ચડાવવામાં આવે છે. ચીકુવાડીના દરેક ઝાડ રાયણને પ્રતાપે ઉભેલા હોય છે.

રાયણ મધ્યમ કદનુ સદાપર્ણી ( evergreen ) ઝાડ છે. અંગ્રેજીમાં khirnee તરીકે ઓળખાય છે અને બોટનિકલ નામ Manilkara Hexandra છે.

પાકા ફળ પીળા રંગના ખૂબ જ મીઠા અને સ્વાદિસ્ટ હોય છે. ફળને સૂકવીને લાંબો સમય સાચવી શકાય છે. જેને કોકડી કહે છે.

રાયણના ફળ ખૂબ જ પૌષ્ટિક છે. તેના ફળમાં સામાન્ય રીતે નીચે પ્રમાણેના તત્વો જોવા મળે છે.

પ્રતિ 100 ગ્રામ

ભેજ - 68.6 %

કેલ્શિયમ - 83 મિલિગ્રામ

રિબોફ્લેવિન - 0.8 મિગ્રા

નાઇટ્રોજન - 0.5 મિગ્રા

ફોસ્ફરસ - 17 મિગ્રા

નીયાસીન - 0.7 મિગ્રા

કાર્બોહાઇડ્રેટ - 27.7 %

આયર્ન - 0.9 મિગ્રા

ચરબી - 2.4 %

થાયામીન - 0.07 મિગ્રા

વિટામિન સી - 16 મિગ્રા

શક્તિ- કેલરી - 134 કેલરી

1 comment: