Sunday, May 2, 2010

કરમદા

કરમદા

ભારતનુ મૂળ વતની છે.

મુખ્યત્વે ખેતરની વાડ પર જોવા મળે છે. આ એક કાંટાઝાંખરા પ્રકારનુ ( Shrub ) બારેમાસ લીલું અને પ્રતિકૂળ હવામાનમાં ટકી શકતુ નાના વ્રુક્ષ પ્રકારનુ ઝાડ છે. આ ઝાડની ખૂબી એ છે કે તે પડતર અને ખરાબા વાળી હલકી જમીન પર પણ ઉગાડી શકાય છે.

કરમદાના ફળ કાચા અને પાકા બન્ને અવસ્થામાં વાપરી શકાય છે.
કાચા ફળ અથાણા બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે અને સ્વાદિષ્ટ અથાણુ બને છે.
પાકા ફળ બે પ્રકારના હોય છે. ખાટામીઠા અને ખાટા. ખાટામીઠા પ્રકારના ફળો સીધા જ ઉપયોગમાં લઇ શકાય છે. ખાટા ફળોમાંથી પીણા, જેલી વગેરે બનાવવા વપરાય છે.

કરમદા ભૂખ જગાડનાર (appetiser), સ્કર્વી રોગમાં ઉપયોગી અને તાવમાં ફાયદાકારક છે.
ફળોમાં લોહતત્વોનુ પ્રમાણ ઉંચુ હોવાથી એનીમીયાના રોગમાં ફાયદાકારક છે.
લોહીની અશુદ્ધી ભગાડનાર અને મગજના રોગોમાં ફાયદાકારક છે.

ફળોમાં પોષક તત્વોનુ પ્રમાણ નીચે પ્રમાણે હોય છે.
પ્રોટીન - 0.39-0.66%;
ફેટ - 2.57-4.63%
ખાંડ - 7.35-11.58%
રેસા - 0.62-1.81%
એસ્કોર્બીક એસીડ - 9 થી 11 mg per 100 g


( Sourse : Invention Intelligence July 1994 and Welth of India - Natural Resources of India )

No comments:

Post a Comment