Thursday, May 6, 2010

કોકમ ( Garcinia Indica ) kokam butter Tree
( Garcinia Indica ) kokam butter Tree
આમ તો ભારતમા સારુ એવુ પ્રસ્થાપિત છે પણ મૂળ ઝાન્ઝીબારથી આવેલુ માનવામા આવે છે.

ખટાશ યુક્ત હોય છે એટલે સૂકવેલા કોકમ દાળ-શાકમા ખટાશ માટે પ્રચલિત છે. ( આમલી ની જગ્યા વપરાય છે )

તેના ફળનુ શરબત ખાસ પ્રચલિત છે અને ગરમીના દિવસોમા તરસ છીપાવનારુ અને ઠન્ડક આપનારુ મનાય છે.

ઔષધિય ગુણની વાત કરવામા આવે તો Cardio Tonic ગણાય છે તે ઉપરાત piles, મરડ, પેટના રોગો અને હદયની તકલીફોમા લાભદાયી મનાય છે.

તેના બીજનુ તેલ કોકમના ઘી ( kokam butter ) તરીકે ઓળખાય છે. બીજમા તેલ્નુ પ્રમાણ ૨૩-૨૬ % જેટલુ હોય છે અને ખાદ્ય છે પણ ખાસ કરીને કોસ્મેટીક્સ, મલમ, લોશન વગેરે બનાવવા માટે વપરાય છે. શિયાળામા ફાટેલા હોથ, પગ અને સૂકી ચામડી માટે અસરકારક છે અને તે માટે ખાસ ઉપયોગમા લેવાય છે.

( Wealth of India, Vol- IV, Page 101 )

પૂરક માહિતી નોધ ;;;

કોકમની જાતિનુ જ વૃક્ષ Garcinia Mangostana તેના ફળ મેન્ગોસ્ટીન (Mangosteen ) માટે પ્રખ્યાત છે અને તેના ફળની ગણ્ના દુનિયામા one of the most delicious among tropical fruit તરીકે થાય છે. ભારતમા ફકત નીલગીરીના પહાડી પ્રદેશમા બારેમાસ ભેજવાળા ભાગોમા જ સારી રીતે થાય છે જોકે અગ્નિ એશિયાના દેશોમા તેનુ ઉત્પાદન નોધ પાત્ર છે.

No comments:

Post a Comment