Sunday, May 2, 2010

બીલી, Aegle marmelos)

બીલી, ( બોટનિકલ નામ : Aegle marmelos)

મૂળ ભારતનુ વતની એવુ આ વૃક્ષ લગભગ ભારતના બધા જ જંગલો અને દરેક પ્રદેશમાં જોવા મળે છે. અને બીલીપત્રનુ ધાર્મિક મહત્વ હોવાથી લગભગ શિવમંદિરોની આસપાસ ખાસ જોવા મળે.

સૂકા અને વિષમ પરિસ્થિતિમાં પણ અસ્તિત્વ ટકાવી રાખતું વૃક્ષ હોવાથી હલકી જમીનોમાં પણ સરળતાથી ઉગાડી શકાય છે.

બિલ્વફળ કાચા અને પાકા બંન્ને અવસ્થામાં ઉપયોગી છે. કાચા ફળો ખૂબ જ તૂરો સ્વાદ ધરાવતા હોવાથી ફકત તેનો ઉપયોગ દવા/ઔષધ તરીકે જ થાય છે. પેટના રોગો જેવા કે ઝાડા-ઉલ્ટી(diarrhea), મરડો(dysentery)ના ઇલાજ માટે ખૂબ જ અકસીરે છે.

પાકા ફળમાં શર્કરાનુ પ્રમાણ હોવાથી ફળનો માવો ખાવામાં ઉપયોગ થઇ શકે છે અને પાકા ફળમાં વિટામીન-બી નુ પ્રમાણ વધુ હોવાથી ટોનિક તરીકે ખૂબ જ આરોગ્યવર્ધક ગણાય છે. તે ઉપરાંત પાકા ફળમાંથી શરબત, જામ અને જેલી બનાવી શકાય છે. ઉ.ભારતમાં બીલીફળનુ શરબત ઉપયોગમાં પ્રચલિત છે. તે પેટના રોગો અને કબજીયાત મટાડનારુ અને ખૂબ જ આરોગ્યવર્ધક હોય હાલ આમળાના રસની જેમ બીલીફળના રસનુ વેચાણ મોટા શહેરોમાં થઇ રહ્યાનુ સાંભળવામાં આવે છે.

બીલીફળનુ શુધ્ધ પાણીમાં (સ્ટરીલાઇઝડ) બનાવેલ શરબત ડીહાઇડ્રેશનમાં ( WHO- ORS)ની જેમ ઉપયોગમાં લઇ શકાય. આગળ કહ્યુ તેમ ઝાડા-ઉલ્ટી(diarrhea), મરડો(dysentery)ની અકસીર દવા છે.

મુખ્ય પોષક દ્રવ્યોનુ પ્રમાણ ( ગ્રામ /100 ગ્રામ ફળનો માવો)
પાણી - 54.96-61.5 g
પ્રોટીન - 1.8-2.62 g
ફેટ - 0.2-0.39 g
શર્કરા - 28.11-31.8 g
રેસા - 1.04-1.7 g

ખનીજતત્વો અને વીટામીન નુ પ્રમાણ ( mg મીલીગ્રામ/100 ગ્રામ ફળનો માવો)
કેલ્શિયમ - 80 - 85 mg
ફોસ્ફરસ - 45-50 mg
કેરોટીન - 55 mg
થાયામીન - 0.13 mg
રીબોફ્લેવીન - 1.19 mg
નીઆસીન - 1.1 mg
એસ્કોર્બીક એસીડ - 8-60 mg
ટાર્ટરીક એસીડ - 2.11 mg

આમ વિટામીન બી, કેલ્શિયમ, ફોસ્ફરસ, શર્કરાથી ભરપૂર હોય સ્વાસ્થય, હ્યદય અને મગજ માટે ખૂબ જ અગત્યનુ ગણાવાયુ છે.

(Source : Nutritional and Medicinal importance of Non-conventional fruits- by R.A Kaushik, R.K.Singla, R. Yamdagni. Invention Intelligence monthly - July 1994 & Welth of India Volumes)

No comments:

Post a Comment