Sunday, May 2, 2010

જાંબુ (જામુન) Syzygium Cumini

જાંબુ (જામુન)

બોટનિકલ નામ : Syzygium Cumini

જાંબુ ને સૌ કોઇ જાણે. ઉનાળાના અંતમાં અને ચોમાસાની શરૂઆતમાં પાકતું ફળ.
જાંબુ પણ ભારત, મ્યાનમાર, શ્રીલંકાનુ મૂળ વતની છે. ભારતભરમાં જોવા મળે છે. બારેમાસ લીલું, ઊંચુ ઝાડ મુખ્યત્વે નદીના કિનારે તથા ગામડાઓમાં તળાવના કિનારે અચૂક જોવા મળે.

જાંબુના ફળ વિટામીન-સી થી ભરપૂર હોય છે. પાકે ત્યારે કાળા જાંબલી રંગના ફળ ખાટામીઠા અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગતા હોવાથી સારા એવા પ્રચલિત છે પણ ખૂબ જ નરમ અને જલદીથી બગડતા હોવાથી વેચાણ માટે બહાર મોકલવા અગવડરૂપ હોય છે. હવે વાહનવ્યવહારની આધુનિક સગવડોને કારણે શહેરોમાં મોટા પ્રમાણમાં વેચાતા જોવા મળે છે.

પોષક તત્વો : મીગ્રા / 100 ગ્રામ ફળનો માવો.

પાની - 83.7-85.8 g
પ્રોટિન - 0.7-0.129 g
ચરબી - 0.15-0.3 g
રેસા - 0.3-0.9 g
શર્કરા - 14.0 g
ફોસ્ફરસ - 15-16.2 mg
Ascorbic Acid 5.7-18 mg
Folic Acid 3 mcg

ફળોનો ઉપયોગ ખાવા ઉપરાંત જામ અને જેલી બનાવવા થઇ શકે છે. મધુપ્રમેહ ( diabetes) ના દર્દી માટે ફળોને ઉત્તમ ગણાવાય છે. તેના બીજનો પાવડર પણ લોહીમાં ખાંડનુ પ્રમાણ જાળવવા ઉપયોગમાં લેવાય છે. જાંબુ પાચનશક્તિ માટે ઉત્તમ મનાય છે. જાંબુનો ઉપયોગ ઉચ્ચ પ્રકારનો વિનેગાર( એસીટિક એસીડ ) થાય છે. અને ગોવામાં તેનો શરાબ પણ બનાવવામાં આવે છે.

No comments:

Post a Comment