Thursday, May 6, 2010

ખટુબડા Phyllanthus acidus Star Gooseberry

ખટુબડા   Phyllanthus acidus 
West Indian Gooseberry

શાસ્ત્રીય નામ ; Phyllanthus acidus

માડાગાસ્કરનુ વતની પણ દક્ષિણ પશ્ચિમ ભારતમા ફેલાયેલુ છે. દક્ષિણ ગુજરાતમા ખટુબડા તરીકે ઓળખાય છે. અગેજીમા વેસ્ટ ઇન્ડીયન ગૂઝબેરી ( West Indian Gooseberry )  અથવા  Star Gooseberry તરીકે ઓળખાય છે.

આમળા જેવા આકારનુ પણ આમળાથી નાનુ ફળ પણ ખૂબ જ ખાટુ છે. મીઠુ - મરચુ ભભરાવી થોડી વાર રાખી મૂકી ખાવામા આવે તો ખટાશ ઓછી થાય છે અને સ્વાદિષ્ટ લાગે છે. માર્ચ અને સપ્ટેમ્બર એમ બે વાર ફળ આવે છે.

મીઠામા એક દિવસ રાખી મૂકી ખાવામા આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. દક્ષિણ ગુજરાતમા પ્રાથમિક શાળાની આસપાસ આમલી,કોઠા, કમરખ ભેગા ખટુબડા પણ વેચાતા જોવા મળે છે.

તેને બાફી માવો છૂટો પાડી ખાડ-સુગર સાથે ભેળવી જામ-જેલી-મુરબ્બા બનાવી સાચવી શકાય છે.

અગ્નિ એશિયાના દેશોમા માછ્લીમાથી બનતી વાનગીઓમા ખટાશ ઉમેરવા ઉપયોગમા લેવાય છે.

૧૦૦ ગ્રામ લીલા માવામા આશરે પ્રમાણ નીચે મુજબનુ હોય છે પણ પ્રદેશ અને ઝાડ દીઠ તેમા ફેરફાર હોય શકે છે.

Moisture 91.9 g

Protein 0.155 g

Fat 0.52 g

Fiber 0.8 g

Ash 0.51 g

Calcium 5.4 mg

Phosphorus 17.9 mg

Iron 3.25 mg

Carotene 0.019 mg

Thiamine 0.025 mg

Riboflavin 0.013 mg

Niacin 0.292 mg

Ascorbic Acid 4.6 mg

ખટુબડાના પલ્પને ખાડની ચાસણી સાથે ભેળવી સીરપ બનાવી સગ્રહી શકાય અને જરૂર પડ્યે પાણી ઉમેરી શરબત તરીકે પીરસી શકાય. ગરમી દિવસોમા ઉપયોગી અને ઠન્ડક આપનારુ બની રહે.

No comments:

Post a Comment