Thursday, May 6, 2010

દેશી બદામ (Terminalia catappa )

આપણા દેશમા આ વૃક્ષ દેશી બદામ, બગાળી બદામ વગેરે ઓળખાય છે. અગ્નિ એશિયામા સી આલમન્ડ (sea Almond), બીચ આલમ્ન્ડ, ટ્રોપિકલ આલમન્ડ તરીકે પ્રચલિત છે.

અન્ય ભારતીય નામ

English : Indian Almond

Hindi: जंगली बादाम Jangli badam

Marathi: जंगली बादाम Jangli badam

Tamil: Nattuvadumai, Vadumai

Malayalam: Ketapag

Telugu: Tapasataruvu • Kannada: Kadubadami

Oriya: Desiyobadamo

Gujarati: દેશી બદામ

Sanskrit: Kshudrabija, Desabadama

Botanical name: Terminalia catappa Family: Combretaceae (Rangoon creeper family)

( આપણા દેશમા જગલી બદામ તરીકે ઓળખાતુ અન્ય એક વૃક્ષ પણ થાય છે પણ તે દેશી બદામથી બધી બાબતે જુદુ છે. ભારતના જન્ગલોમા શીમળાના જેવુ દેખાતુ અને તેના જેવા જ પાન ધરાવતુ Java Olive ( Sterculia foetida ) વૃક્ષ પણ જગલી બદામ તરીકે ઓળખાય છે. )

દેશી બદામ શહેરી વિસ્તારમા પણ શોભાના વૃક્ષ તરીકે જોવા મળે છે. સુન્દર આકાર અને ગાઢ છાયડાને કારણે શહેરી વિસ્તારોમા આ સામાન્ય વૃક્ષ છે.

ફળ પાકે ત્યારે તેનો ઉપરનો માવો ખટાશયુક્ત હોવાથી બાળકો મજાથી ખાય છે. કેટલીક સીલેક્ટેડ જાતોના ફળ ખુબ જ સ્વાદિસ્ટ લાગે છે. ઉપરના કઠણ ભાગને તોડતા તેમાથી બદામ જેવુ જ બીજ ( મીન્જ ) નીકળે છે અને તેનો સ્વાદ બદામ જેવો જ હોય છે.
---
દેશી બદામ બીજ મા આશરે ૩.૫૬% ભેજ, ૫૨ % ફેટ-ચરબી(તેલ), ૨૫ % પ્રોટીન, ૧૪.૬ % રેસા, ૫.૯૮ ખાડ (સુક્રોઝ) વગેરે હોય છે.

દેશી બદામના બીજના તેલના ગુણ બદામના તેલ જેવા જ હોય છે અને બદામના તેલની અવેજીમા વાપરી શકાય છે.



( ભારતીય સપદા - Wealth of India, Vol- XI )

No comments:

Post a Comment