Sunday, May 2, 2010

પીલુ - Salvedora Oleoides

પીલુ - Salvedora Oleoides

પીલુ ના ફળ શહેરમાં મળવા મુશ્કેલ પણ ગામડાના છોકરાઓમાં બહુ જ પ્રચલિત. પીલુના ઝાડની એક કવિતા પણ પાઠ્યપુસ્તકમાં આવતી હતી પણ હાલ યાદ નથી.

લગભગ ખેતરની વાડે જોવા મળે જ. દરિયાકાંઠાના વિસ્તારો, ખારપાટવાળી પડતર જમીનોમાં મોટા પ્રમાણમાં જોવા મળે. બારેમાસ લીલું અને મધ્યમ ઉચાઇવાળુ ઝાડ હોય છે અને તેને અરબી/ફારસીમાં મિશ્વાક (mishwak ) તરીકે પણ ઓળખાય છે.

આ વૃક્ષની ડાળી દાતણ માટે વપરાય છે અને દાંતના સ્વાસ્થ્ય અને રોગો માટે ઉપયોગી છે. ખાસ કરીને યુનાની વૈદકમાં આ વૃક્ષની ડાળી દાંતના રોગો અને મોઢાની સફાઇ માટે વખાણાયેલી છે.

( મિશ્વાક નામે મળતી ટૂથપેસ્ટમાં પણ પીલુના ઝાડમાંથી મેળવાતા extract નો ઉપયોગ થાય છે તેમ તેના ઉત્પાદકનો દાવો છે. )

પીલુ ના ફળ ખૂબ જ નાના પણ જીભ પર ઝણઝણાટ ફેલાવે તેવી તીખાશ સાથે મીઠાશવાળા હોય છે અને ખાવાની મજા આવે તેવા હોય છે. કેટલાક મોટી જાતના ફળૉમાં તીખાશનુ પ્રમાણ વધુ હોય છે { નર્મદાના આલિયાબેટમાં (તીખીજાર) પીલુ ચણા જેવડી સાઇઝમાં મોટા ફળ ધરાવતા સરસ પણ તીખા હોય છે }

આ ફળમાં કેલ્શિયમનુ પ્રમાણ ઉંચુ હોય છે. ભૂખ ઉધાડનાર અને રેચક હોય છે તથા piles અને bronchitis ના રોગમાં ફાયદા કારક હોય છે.

No comments:

Post a Comment