Monday, November 23, 2009

Tamarind ખાટી આમલી..!!!!


 આપણા સૌ ની પરિચિત ખાટી આમલી નો સ્વાદ માણીએ.


બોટનિકલ નામ Tamarindus indica

મોઢામા પાણી આવી ગયુ ને !!!!!



ઉષ્ણ કટિબધમા થતા બધા ફળ વૃક્ષો મા આ વૃક્ષ સૌથી વધુ ફેલાવો ધરાવતુ અને રોડ ની બાજુ મા વાવેતર માટે ખૂબ જ ઉપયોગમા લેવાયેલ છે. બારેમાસ લીલુ અને ઘટાદાર હોવાથી તે ઉનાળામા શીતળ છાયડા માટે ખૂબ જ ઉપકારી છે.

ખાટી આમલી થી લગભગ પૂરા ભારતના લોકો પરિચિત હશે અને નામથી જ મોઢામા પાણી આવી જતુ હશે. આપણા લોકોમા અને સ્થાનિક વાતાવરણમા આ વૃક્ષ એવુ તો ભળી ગયુ છે કે તેનુ ઉદભવસ્થાન ભારત નથી તે કોઇ માનવા તૈયાર ન થાય. પણ આમલી નુ મૂળ વતન મધ્ય સુદાન /માડાગાસ્કર ( આફ્રિકા ) છે પણ પ્રાચીનકાળથી ભારતમા પ્રવેશેલુ છે અને એટલુ બધુ પ્રચલિત છે કે તેને ભારતનુ વતની માની લેવામા આવે છે. ભારતમાથી તે અરબસ્તાન ગયુ ને તેઓ તેને Indian Date - તમર એ હિદ (ત્યાની ભાષામા ) તરીકે ઓળખતા અને ત્યાથી યુરોપમા ગયુ જેથી ત્યા તે એગ્રેજી ભાષામા Tamarind તરીકે નામ પામ્યુ.
હાલ ઉષ્ણ કટિબધના બધા દેશોમા જોવા મળે છે.

આમલી ની પ્રદેશવાર ઘણી જાત હોય છે પણ મુખ્યત્વે બે વિભાગ મા વહેચી શકાય. ખાટી અને મીઠી.
પણ હા થાઇલેન્ડમા આમલીની  એક અત્યન્ત મીઠી જાત થાય છે જેમા ખટાશનુ નામોનિશાન નથી અને જે વિદેશમા નિકાસ થાય છે.
ભારતમા થાઇલેન્ડ ની આ આમલી મળે છે અને મે ખાધી છે. ખૂબ સ્વાદિષ્ટ અને મીઠી છે. ૨૦૦ ગ્રામ ના આકર્ષક પેકિગમા ૪૦ થી ૫૦ રૂ. મા મળે છે.

ભારતમા બાળકોને ખૂબ જ પ્રિય એવી આમલી નો ઉપયોગ ફળ તરીકે કરતા દાળ/શાક/ સભારમા મસાલા તરીકે વધુ થાય છે. ખાસ કરીને દક્ષિણ ભારતની વાનગીઓમા મોટા પાયે ઉપયોગ થાય છે. અને હા આપણી ગુજરાતી દાળ આમલી વગર અધૂરી રહી જાય.

આમલી  દવા ઉધ્યોગ મા વધારે વપરાય છે. આમલી પેટના રોગો મા ફળદાયી છે. ઉનાળાની લૂ, ધતૂરાના ઝેરના મારણ તરીકે તથા દારૂ ના વધુ પડતા નશામા બેભાન બનેલા કે તેના હેગઑવરમા સપડાયેલા માટે તેના માવાનુ શરબત ખૂબ જ ઉપયોગી છે.
તેના બીજ નો પાવડર આઇસક્રીમ મા સ્ટેબીલાઇઝીગ એજનટ તરીકે વપરાય છે. બીજના પાવડરમા થી કાપડ ઉદ્યોગ માટે ખૂબ જ ઉચ્ચ પ્રકારનો સ્ટાર્ચ મળે છે.
તેની પાતળી ડાળ્ખીઓ માથી સ્થાનિક લોકો સરસ મજાની ટોકરી, બાસ્કેટ વગેરે ગૂથે છે. આ ઊપરાત તેના કૂમળા પાન અને કાચા ફળનો ઉપયોગ સ્વાદિસ્ટ ચટની બનાવવામા થાય છે. છાલ નો ઉપયોગ ટેનિન ની હાજરી ને કારણે રગકામ અને ચામડુ કમાવવામા થાય છે. લાકડુ ખૂબ જ મજબૂત અને વજનદાર હોવાથી ધોકા, સાબેલુ વગેરે માટે ઉપયોગી છે.

આમલીના બીજની વાત કરીએ તો તે ઘણી રીતે ઉપયોગી છે. ગામડામા આમલીના બીજ ચિચૂકા / ચીચૂડા નામે ઓળખાય છે. એક મિત્રએ જણાવ્યુ છે કે કાઠિયાવાડમા આમલીના બીજ આબલિયા તરીકે ઓળખાય છે. ઘણા લોકો તેને શેકીને ( Rosted seed ) ખાવાના ઉપયોગમા લે છે. સોપારીની જેમ સૂડી થી કટકા કરીને પણ ખાય છે. અને ખાવાની મજા પણ પડે છે. ગુટકા / સોપારીની જગ્યાએ વાપરી શકાય.

આ બીજ ને દળીને તેનો પાવડર અને છાપાના કાગળ ને પાણીમા  ભીજવી રાખી તેનો માવો તૈયાર કરી તેમાથી વિવિધ આકારની સરસ મજાની ટોકરી / ટોપલી બનાવી શકાય. હુ નાનો હતો ત્યારે ગામમા મારી સામે રહેતા એક દાદીમા ને આવી ટોકરી બનાવતા જોયા હતા. હાલ તે જીવિત નથી.

જૂના સમયમા કપડા પર છાપકામ કરતા કારીગરો ચીચૂકામાથી મળતો ગમ વાપરી રન્ગની છપાઇ કરતા. મીનીએચર પેઈન્ટિગના કુદરતી રગોમા પણ તેનો ઉપયોગ થતો.

અને હા એક ખાસ વાત રહી ગઇ કે આમલીની ખટાશ તેમા રહેલા ટાર્ટરિક એસીડ ને આભારી છે. જે કાચી કેરીમા પણ હોય છે.

ભારત ખાટી આમલીનુ સૌથી મોટુ ઉત્પાદક અને નિકાસકાર છે અને આથી જ ઘણા લોકો તેને ભારતીય મૂળના વૃક્ષ તરીકે માની લે છે.