Wednesday, April 28, 2010

Annona reticulata L રામફળ

રામફળ

Family: Annonaceae

સીતાફળના કુળનુ ( સીતાફળ - Annona squamosa )

Botanical name: Annona reticulata L


આ પ્રકારના ફળો દ. અમેરીકાના વતની છે.
આ પ્રકારના બધા ફળો સ્વાદ અને સોડમમાં ઉત્તમ હોય છે.
તેમનામાં કાર્બોદિત પદાર્થો, પ્રોટીન, કેલ્શિયમ, લોહતત્વ, થાયામીન, નીઆસીન, અને રીબોફ્લેવીનનુ સારુ એવુ પ્રમાણ ધરાવતા હોવાથી ખૂબજ પૌષ્ટિક કહી શકાય.
મેગ્નેશિયમ, અસ્કોર્બીક એસીડ અને કેરોટીન પણ મળી રહે છે.

સીતાફળ કરતા બીજ અને છોડાનો ભાગ ઓછો હોવાથી ફળનો માવો વધારે મળે છે. વધુ વરસાદ વાળા પ્રદેશમાં વધુ જોવા મળે.

આ પ્રકારની અન્ય જાત દ. ગુજરાતમાં શ્રીલંકન સીતાફળ તરીકે ઓળખાય છે તે પણ સરસ હોય છે.
જેનુ શાસ્ત્રીય નામ - Annona cherimola છે.
મેં ઉમરગામ માં શ્રી ભાસ્કર સાવેજીના કલ્પવ્રુક્ષ ફાર્મમાં જોયેલુ અને ચાખેલુ પણ ખરુ. સીતાફળ જેવુ જ પણ સીતાફળ કરતા ખૂબ જ મોટું અને વધારે માવાવાળુ સ્વાદિષ્ટ હોય છે. મુળ એમેઝોનના પ્રદેશનુ વતની છે. સીતાફળના બધા જ કુટુંબીઓ એમેઝોનના મૂળ વતની છે.

Grewia asiatica L. ફાલસા

ફાલસા - બોટનિકલ નામ - Grewia asiatica L.


આજે આપણે એક બીજા ફળનો પરીચય કરીએ.

ફાલસા - બોટનિકલ નામ - Grewia asiatica L.

ફાલસાનુ ઝાડ નાનુ, ઓછી ઉંચાઇ ધરાવતું વુક્ષ છે અને ભારતનુ વતની છે.
તેના પર પાકે ત્યારે જાંબુ જેવા રંગ વાળા (purple colour) ફળ થાય છે.

ફળ ઉનાળામાં પાકે છે. ફાલસાના ફળ પાકે ત્યારે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ફળ ખાટા-મીઠા હોવાથી એક વાર ખાધા પછી જોતા જ બીજી વાર ખાવા માટે મન લલચાય છે. ( ખાટી આમલીની જેમ મોં મા પાણી આવી જાય )
તેના ફળમાંથી સ્વાદિષ્ટ શરબત/ સ્કોવૉશ બને છે. ઉનાળાની ગરમીમાં લૂ થી બચવા લાભદાયી છે.

હદય, લોહી માટે ખૂબ જ ઉપકારક ગણાય છે. તાવ દરમિયાન પણ ફાયદો કરે છે.
તેના થડની છાલ પેટના ઝાડા-ઉલ્ટી (diarrhea) જેવા રોગમાં ઉપયોગી છે. મૂળ નો ઉપયોગ સાંધાના દુખાવામાં થાય છે.
ચામડી પર થતા ચાંદા-ગૂમડા પર તેના પાનનો લેપ આદીવાસી લોકો લગાવે છે. તે એન્ટીબાયોટિક હોવાનુ માલૂમ પડેલ છે.

ચોમાસાની ઋતુ છે, જો તમારી પાસે જગ્યા હોય તો નાનુ ઝાડ (shrub) હોવાથી ગાર્ડનમાં વાવી શકાય તેવુ છે.
નજીકની કોઇપણ નર્સરીમાં મળી શકે છે.

ફાલસાના ફળના પોષક તત્વોનુ વિશ્લેષણ --

(Nutrients analyzed in 1998) ----- ( Nutrient values/100 g fruit)

Calories (Kcal) ----- 90.5

Calories from fat (Kcal) ------- 0.0

Moisture (%) ----------- 76.3

Fat (g) ------------- <0.1

Protein (g) --------- 1.57

Carbohydrates (g) ------------- 21.1

Dietary Fiber (g) ------------- 5.53

Ash) (g) ---------- 1.1

Calcium (mg) ---------- 136

Phosphorus (mg) --------- 24.2

Iron (mg) ------------ 1.08

Potassium (mg) ----------- 372

Sodium (mg) --------- 17.3

Vitamin A (µg) ---------- 16.11

Vitamin B1, Thiamin (mg) -------- 0.02

Vitamin B2, Riboflavin (mg) ---- 0.264

Vitamin B3, Niacin (mg) ------- 0.825

Vitamin C, Ascorbic acid (mg) --------- 4.385

The wood-apple, Feronia limonia, કોઠા

કોઠા ( The wood-apple, Feronia limonia Swingle (syns. F. elephantum Correa; Limonia acidissima L.; Schinus limonia L.)

કોઠાના ઝાડ પર તો સરસ મજાના કોઠા લાગે.
મજા આવે પણ ઝાડ પર ચડો તો થોડા કાંટાના ઉઝરડા પડે. પત્થરથી વેહલા ના ટૂટે એટલે ઝાડ પર ચડો તો જ મનગમતું ખાટુંમધુરુ કોઠુ ખાવા મળે. એમાંથી પીણું અને ચટની બહુસરસ બને. ખાટુ ખાટુ Teasty Teasty.

આ વાંચીને કોઇના મોંમા પાણી આવી જાય તો મને ખરુખોટું મનમાં સંભળાવવાની છુટ છે.

કોઠું એનીમીયાના (લોહતત્વની ઉણપ) ના દર્દી માટે ખૂબ જ ઉપકારક. વિટામીન સી અને કેલ્શિયમ પણ સારુ મળે. પણ આ બિનપર્‍ંપરાગત ફ્ળોની કેટેગરીમાં આવી ગ્યુ એટલે શું થાય ??????
લીવર અને કાર્ડિયાક ટોનિક તરીકે પણ સારું છે અને કાચું હોય ત્યારે ખાટું વધું હોવાથી મરડો, ઝાડા-ઉલ્ટી(diarrhea and dysentery )માં અને દાંતના પેઢાંના રોગોમાં સારું.

અન્ય એવા કેટલાય ફળો જે બાળપણમાં ખાધા છે તે હાલના ઘણા બધા પ્રચલિત ફળોની સામે પોષ્કતત્વોની હરીફાઇમાં બરોબરી કરે.

Food Value Per 100 g of Edible Pulp*

in Pulp (ripe)--- in Seeds
Moisture--- 74.0% ---4.0%
Protein--- 8.00% ----26.18%
Fat ----1.45%---- 27%
Carbohydrates ----7.45% ----35.49%
Ash ---5.0% -----5.03%
Calcium -----0.17% ----1.58%
Phosphorus----- 0.08% -----1.43%
Iron ----0.07%---- 0.03%
Tannins---- 1.03% -----0.08


પણ શું કરે આપણા માટે તો મોંઘું એટલુ સારું !!!!!!!!!!!