Wednesday, April 28, 2010

Annona reticulata L રામફળ

રામફળ

Family: Annonaceae

સીતાફળના કુળનુ ( સીતાફળ - Annona squamosa )

Botanical name: Annona reticulata L


આ પ્રકારના ફળો દ. અમેરીકાના વતની છે.
આ પ્રકારના બધા ફળો સ્વાદ અને સોડમમાં ઉત્તમ હોય છે.
તેમનામાં કાર્બોદિત પદાર્થો, પ્રોટીન, કેલ્શિયમ, લોહતત્વ, થાયામીન, નીઆસીન, અને રીબોફ્લેવીનનુ સારુ એવુ પ્રમાણ ધરાવતા હોવાથી ખૂબજ પૌષ્ટિક કહી શકાય.
મેગ્નેશિયમ, અસ્કોર્બીક એસીડ અને કેરોટીન પણ મળી રહે છે.

સીતાફળ કરતા બીજ અને છોડાનો ભાગ ઓછો હોવાથી ફળનો માવો વધારે મળે છે. વધુ વરસાદ વાળા પ્રદેશમાં વધુ જોવા મળે.

આ પ્રકારની અન્ય જાત દ. ગુજરાતમાં શ્રીલંકન સીતાફળ તરીકે ઓળખાય છે તે પણ સરસ હોય છે.
જેનુ શાસ્ત્રીય નામ - Annona cherimola છે.
મેં ઉમરગામ માં શ્રી ભાસ્કર સાવેજીના કલ્પવ્રુક્ષ ફાર્મમાં જોયેલુ અને ચાખેલુ પણ ખરુ. સીતાફળ જેવુ જ પણ સીતાફળ કરતા ખૂબ જ મોટું અને વધારે માવાવાળુ સ્વાદિષ્ટ હોય છે. મુળ એમેઝોનના પ્રદેશનુ વતની છે. સીતાફળના બધા જ કુટુંબીઓ એમેઝોનના મૂળ વતની છે.

No comments:

Post a Comment