Wednesday, April 28, 2010

Grewia asiatica L. ફાલસા

ફાલસા - બોટનિકલ નામ - Grewia asiatica L.


આજે આપણે એક બીજા ફળનો પરીચય કરીએ.

ફાલસા - બોટનિકલ નામ - Grewia asiatica L.

ફાલસાનુ ઝાડ નાનુ, ઓછી ઉંચાઇ ધરાવતું વુક્ષ છે અને ભારતનુ વતની છે.
તેના પર પાકે ત્યારે જાંબુ જેવા રંગ વાળા (purple colour) ફળ થાય છે.

ફળ ઉનાળામાં પાકે છે. ફાલસાના ફળ પાકે ત્યારે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ફળ ખાટા-મીઠા હોવાથી એક વાર ખાધા પછી જોતા જ બીજી વાર ખાવા માટે મન લલચાય છે. ( ખાટી આમલીની જેમ મોં મા પાણી આવી જાય )
તેના ફળમાંથી સ્વાદિષ્ટ શરબત/ સ્કોવૉશ બને છે. ઉનાળાની ગરમીમાં લૂ થી બચવા લાભદાયી છે.

હદય, લોહી માટે ખૂબ જ ઉપકારક ગણાય છે. તાવ દરમિયાન પણ ફાયદો કરે છે.
તેના થડની છાલ પેટના ઝાડા-ઉલ્ટી (diarrhea) જેવા રોગમાં ઉપયોગી છે. મૂળ નો ઉપયોગ સાંધાના દુખાવામાં થાય છે.
ચામડી પર થતા ચાંદા-ગૂમડા પર તેના પાનનો લેપ આદીવાસી લોકો લગાવે છે. તે એન્ટીબાયોટિક હોવાનુ માલૂમ પડેલ છે.

ચોમાસાની ઋતુ છે, જો તમારી પાસે જગ્યા હોય તો નાનુ ઝાડ (shrub) હોવાથી ગાર્ડનમાં વાવી શકાય તેવુ છે.
નજીકની કોઇપણ નર્સરીમાં મળી શકે છે.

ફાલસાના ફળના પોષક તત્વોનુ વિશ્લેષણ --

(Nutrients analyzed in 1998) ----- ( Nutrient values/100 g fruit)

Calories (Kcal) ----- 90.5

Calories from fat (Kcal) ------- 0.0

Moisture (%) ----------- 76.3

Fat (g) ------------- <0.1

Protein (g) --------- 1.57

Carbohydrates (g) ------------- 21.1

Dietary Fiber (g) ------------- 5.53

Ash) (g) ---------- 1.1

Calcium (mg) ---------- 136

Phosphorus (mg) --------- 24.2

Iron (mg) ------------ 1.08

Potassium (mg) ----------- 372

Sodium (mg) --------- 17.3

Vitamin A (µg) ---------- 16.11

Vitamin B1, Thiamin (mg) -------- 0.02

Vitamin B2, Riboflavin (mg) ---- 0.264

Vitamin B3, Niacin (mg) ------- 0.825

Vitamin C, Ascorbic acid (mg) --------- 4.385

No comments:

Post a Comment