Sunday, September 20, 2009

Non Conventional Fruits ( Local Fruits ) દેશી ફળૉ

દરેક પ્રદેશમા ત્યાના હવામાન અને જમીનની પરિસ્થિતિ ને અનુરૂપ કેટલાક મહત્વના ફળવૃક્ષો કુદરતી પરિસ્થિતિમા આપમેળે ઉગતા હોય છે તો કેટલાક બાગ-બગીચામા ઉછેરવામા આવેલા હોય છે. આવા ફળો ખૂબ મહત્વના પોષક મૂલ્યો ધરાવતા હોય છે અને સ્વાદ/ગુણવતા મા બજારમા મળતા ફળો થી કોઇપણ રીતે ઉતરતા હોતા નથી પણ કેટલાક કારણોસર તેનુ પુરતુ  marketing  થયુ હોતુ નથી. જો આવા ફળોને પણ મહત્વ આપવામા આવે તો ખોરાક અને પોષકત્ત્વોની જરૂરિયાતની પૂર્તિ માટે વિદેશી કે મોઘા/ખર્ચાળ ફળોની આવશ્યકતા રહેતી નથી. તમારી આસપાસ કુદરતી પરિસ્થિતીમા ઉગતા કે ઉગાડેલા આ  ફળો  ઝેરી કૃષિરસાયણો ( Agrochemeicals / pesticides / insecticide )થી મુક્ત અને સ્વાસ્થ્યપ્રદ હોય છે.

આવા ફળો અગે ઓરકૂટ પર એક કોમ્યુનીટીમા રસપ્રદ ચર્ચા કરી છે. તો ચાલો આવા ફળો નો એક પછી એક પરિચય કરીએ.