Thursday, March 28, 2013

જંગલીબદામ Sterculia foetida


( નોંધ : દેશી બદામTerminalia catappa અને જંગલી બદામ Sterculia foetida  વૃક્ષ અલગ છે )

ભરૂચ શહેરમા  વૃક્ષનુ  સ્થાન  :  જીલ્લા ન્યાયાલયની બહાર, કોર્ટ રોડ પર એક માત્ર વૃક્ષ
( આ ઉપરાંત  દશાન ગામ પાસે (દહેજ-ભરૂચ રોડ પર) એક ફાર્મ મા બે ઝાડ તથા ચંદ્રબાલા એકાદમી, કોંઢ, વાલિયા ખાતે બે ઝાડ છે. કોર્ટ રોડ પરના ઝાડ પરથી બીજ મેળવી મે પાંચ નંગ રોપ તૈયાર કરેલ છે)

આ વૃક્ષ સીધુ અને ખુબ ઉંચુ વધે છે અને ઉત્તર ઓસ્ટ્રેલિયા કે પૂર્વ આફ્રિકાનુ મૂળ વતની મનાય છે, પશ્ચિમ અને દક્ષિણ ભારત વધુ જોવા મળતુ આ વૃક્ષ ભારતનુ વતની બની ગયુ છે.


તસવીર માટે નીચેની લીંક પર ક્લિક કરો :
http://www.flickr.com/photos/lucypassos/3092862564/in/faves-21136021@N00/

Common name: Java Olive, Peon, Poon Tree, Wild Indian Almond, Sterculia nut

Hindi: जंगली बादाम Jangli badam
Gujarati : જંગલી બદામ 
Marathi: Goldaru, जंगली बादाम Jangali badam
Tamil: Kutiraippitukku
Malayalam: Pinari, Putiyunrtti, Pottakkavalam
Telugu: Manjiponaku, Adavibadam
Kannada: Bhatala penari
Bengali: জংগলী  বাদাম Jungli Badam
Konkani: Nagin, Viroi
Sanskrit: Vitkhadirah 


Botanical name: Sterculia foetida   
Family: Sterculiaceae (Cacao family)

ખુબ જ ઉંચુ વધતુ આ વૃક્ષ દેખાવમા શિમળાના વૃક્ષને મળતુ આવે છે પણ વૃક્ષની છાલ પર શિમળાની જેમ ભીંગડા નથી. પર્ણો છ થી સાત ના  ઝુમખામા, દેખાવે લંબગોળ અને ટોચ પર અણીવાળા હોય છે. આપણે ત્યા ફેબ્રુઆરી માર્ચ મા ફૂલ આવે છે અને ત્યારબાદ નવા પર્ણો પણ આવે છે. ફૂલમાથી તૈયાર થયેલા ફળ બીજા વર્ષે આપોઆપ ફાટી જાય છે. જેમા દસથી વધુ બીજ હોય છે જે કાળા-ભૂખરા રંગનુ આવરણ ધરાવતા અને સીંગદાણાથી મોટા કદના હોય છે. બીજને શેકીને ખાવાના ઉપયોગમા પણ લઇ શકાય છે. બીજમા તેલુ પ્રમાણ સારુ એવુ હોય છે અને તે ખાદ્ય છે. ઝાડનુ લાકડુ ફર્નિચર બનાવવા ઉપયોગમા લઇ શકાય.

માહિતી સ્ત્રોત :  http://www.worldagroforestry.org/Sea/Products/AFDbases/AF/asp/SpeciesInfo.asp?SpID=98

https://www.facebook.com/notes/nitin-kumar-bhatt/%E0%AA%AD%E0%AA%B0%E0%AB%82%E0%AA%9A-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%83%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%8B-1-%E0%AA%9C%E0%AA%82%E0%AA%97%E0%AA%B2%E0%AB%80%E0%AA%AC%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AE-sterculia-foetida/10151810180678448