Thursday, May 6, 2010

The roselle (Hibiscus sabdariffa) ખાટી ભીંડી

ખાટી ભીંડી (Revised post ) 
The roselle (Hibiscus sabdariffa) 
 Botanical name: Hibiscus sabdariffa    Family: Malvaceae (Mallow family)

Common name: 

Sanskrit: Ambasthaki 
English : Roselle, Hibiscus, Jamaica sorrel, Red sorrel
Hindi:  Lal Ambari, Patwa
Marathi: Laal-ambaari, tambdi-ambadi 
Tamil: simaikkasuru, sivappukkasuru, shimai-kashuruk-kirai 
Malayalam: polechi, puli-cheera 
Telugu: erragomgura, erragonkaya, ettagomgura

Kannada: kempupundrike, plachakiri, pundibija
Bengali: chukar
Assamese: Chukiar, Tengamora 
Manipuri: সিলো সৌগৰী Silo-sougree
Mizo: Lekhar-anthur 

 
ખાટી ભીડી --- ઊષ્ણ કટિબધમા આવેલા લગભગ બધા દેશોમા થતો છોડ છે. ભારતમા તેની ઘણી બધી જાત નોધાયેલી છે પણ તેમાની મોટાભાગની જાતનો ઉપયોગ તેના છોડમાથી શણ જેવા રેસા મેળવી તેમાથી દોરડા, જાડા કાપડ, કોથળા વગેરે માટે થાય છે. વધુ પ્રમાણમા રેસા આપતી જાતો ફળ મેળવવા માટે ખાસ ઉપયોગી નથી પણ ખાટી ભીડી તરીકે ઓળખાતો ફળ પર લાલ પાખડી ધરાવતો છોડ ખોરાક અને વિવિધ બનાવટો માટે ઉપયોગી છે.


ખાટી ભીડી ના પાદડા અને તેના ફળ (જીડવા/ડોડ્વા ) પર આવરણ તરીકે રહેતી માવાદાર લાલ રગની પાખડી ખોરાક અને દવા તરીકે વિશ્વના ઉષ્ણ કટિબધના દેશોમા મોટા પાયે ઉપયોગમા લેવાય છે. તે મૂત્ર વધારનાર અને રેચક ગણાય છે અને તેની પાખડીમા Anti-Oxident Chemicals ના સારા એવા પ્રમાણને કારણે કેન્સર, હદય ના રોગો અને ચેતાતત્રના રોગોમા ઉપયોગી ગણાવાય છે. આ અગેના શસોધનોની માહિતિ ખાસ ઉપલબ્ધ નથી પણ ઉપરના રોગોમા ફાયદાકારક ગણવામા આવે છે.

પરતુ Pregnancy and Breastfeeding દરમિયાન લેવુ હિતાવહ નથી ( Ref : Ernst E. Herbal medicinal products during pregnancy: are they safe? BJOG . 2002;109(3):227-235. )

Herbs and Supplements to Avoid During Pregnancy and Breastfeeding

( http://healthlibrary.epnet.com/GetContent.aspx?token=e0498803-7f62-4563-8d47-5fe33da65dd4&chunkiid=35536 )

ખાટી ભીડી એના નામ પ્રમાણે સ્વાદમા ખટાશયુકત પણ મજેદાર સ્વાદ ધરાવે છે. તેની ખટાશનુ મુખ્ય કારણ તેમા રહેલા (Oxalic, malic, citric, stearic, tartaric અને hibiscic acid (lactone of hydroxycitric acid) ને કારણે હોય છે.
Dry calyx સૂકી પાંખડીઓ

તેના જીડવા/ડોડવા પર રહેલી માવાદાર પાખડી એકઠી કરી તેમાથી સીરપ, જામ, જેલી વગેરે બનાવી શકાય છે. આમાથી તૈયાર કરેલ શરબત ખૂબ જ લહેજતદાર, ઠડક અને તાજગી આપનારુ હોય છે. પાખડી સૂકવીને સગ્રહ કરી શકાય છે. જેનો ઉપયોગ દાળ/શાક વગેરેમા ( આમલી કે કોકમ ના બદલે વપરાય છે ) ઉપયોગ થાય છે.

આફ્રિકાના દેશોમા તેના પાન અને ફળની પાખડીનો ઉપયોગ હર્બલ ટી બનાવવામા મોટા પાયે થાય છે અને તેને તદુરસ્તી માટે ખૂબ જ ઉપયોગી મનાય છે.

હાયપરટેન્શન, હદય ના રોગો, કેનસર ના રોગો માટે આગળ જણાવ્યુ તેમ ફાયદાકારક છે.

તેના છોડ્માથી રેસા મેળવી આદિવાસી લોકો મજબૂત દોરડા બનાવે છે જે તેમને રોજગારી પૂરી પાડે છે.

More and useful info on :
Indian Links :
http://nopr.niscair.res.in/bitstream/123456789/3775/1/NPR%208%281%29%2043-47.pdf
http://nopr.niscair.res.in/bitstream/123456789/3769/1/NPR%208%281%29%2077-83.pdf
http://nopr.niscair.res.in/bitstream/123456789/3860/1/IJEB%2047%284%29%20276-282.pdf
International Links :

http://www.hort.purdue.edu/newcrop/duke_energy/Hibiscus_sabdariffa.html
http://www.hort.purdue.edu/newcrop/morton/roselle.html
http://en.wikipedia.org/wiki/Roselle_%28plant%29

No comments:

Post a Comment