Wednesday, May 5, 2010

ચોર આમલો - Adansonia digitata

ચોર આમલાના ભારતીય ભાષામા વિવિધ નામ.

English :   Baobab
Hindi:  Gorakh imli गोरख इमली
Marathi:  Gorakh chinch गोरख चिंच
Gujarati:   chor aamlo , gorakha aamalo
Telugu:   Brahmaaamlika
Bengali:   Gadhagachh
Tamil:    Papparappuli
Sanskrit:    Sarpadandi
Botanical name:     Adansonia digitata     Family: Bombacaceae (baobab family)

ખુબ જ ઉપયોગી  અને વિશિષ્ટ દેખાવ ધરાવતુ વૃક્ષ છે.
તેના પાન, નાનો છોડ હોય તો મૂળ અને ફળ ખોરાકના ઉપયોગમા લેવાય છે.

ખુબ જ જાડુ થડ ધરાવતુ વિશાળ વૃક્ષ છે અને પુરાણા ઝાડના થડનો ઘેરાવો એટલો બધો હોય છે કે થડ કોતરીને બખોલ બનાવવામા આવે તો અદરની બાજુ નાનકડા ઓરડા જેટલી જગ્યા મળે. . તેના થડનો ઘેરાવો (girth)  ૨૮ મીટર (૯૦ ફૂટથી વધુ ) નોધાયેલ છે.  કેટલાક સશોધનો આધારે ફલિત થયેલુ છે કે ૧૦મીટર (૩૩ ફીટ) નો વ્યાસ ધરાવતુ વૃક્ષ ૨૦૦૦ વરસથી વધુ જૂનુ હોય શકે છે.

આફ્રીકામા તેના થડને ઉપરથી પોલુ કરી તેમા વરસાદી પાણી ભરવાના ઉપયોગમા અને પાણીની પરબ તરીકે ઉપયોગમા લીધાના દાખલા છે. તેના પોલા થડનો ઉપયોગ જેલ તરીકે, રહેઠાણ તરીકે, વિસામાની જગ્યા તરીકે વગેરે માટે થયેલ છે.

પ્રાચીન સમયમા ભારતમા ચોર લોકો ચોરેલા ધનને છુપાવવા માટે આ ઝાડની બખોલનો ઉપયોગ કરતા તેથી તેનુ એક નામ ચોર આમલો પડી ગયુ.

આમ તો આફ્રિકા ખડ નુ મૂળ વતની છે પણ ભારતના ગામડાઓમા ઘણી જગ્યાએ જોવા મળી જાય છે. અરેબીયન વેપારીઓ દ્વારા વર્ષો પહેલા ભારતમા લવાયુ હતુ.

તેનુ ફળ ૬ થી ૮ ઇચ લાબુ અને મરેલા ઉદરની જેમ ઝાડ પર લટકટુ હોય છે. તેના ફળ્મા કેલ્શિયમ, લોહ અને પોટેશિયમનુ પ્રમાણ વધુ હોય છે. સતરા, મોસમ્બી કરતા ૬ ગણુ વિટામીન સી ધરાવે છે. તેના પાન પણ વિટામીન સી, ખાડ, પોટેશિયમ નએ કેલ્શિયમનુ સારુ એવુ પ્રમાણ ધરાવે છે. તાજા પાન શાકભાજી તરીકે વાપરી શકાય છે.

No comments:

Post a Comment