Sunday, May 2, 2010

બોર Zizyphus mauritiana

બોર

હીન્દી - BER
બોટનિકલ - Zizyphus mauritiana Lamk


હાલ બોરની સીઝન ચાલુ છે અને થોડા દિવસમાં અપ્રાપ્ય બનશે. કાચા અને અપરિપક્વ ફળ ક્યારેક ખાસી-શરદીને લાવે છે જેથી આ ફળને ખાંસીનુ દ્યોતક ગણી અવગણવામાં આવે છે જે કદાચ ખોટું છે.


ભારતનુ ખૂબ જ જૂનુ અને જાણીતુ ફળ. શબરી એ રામને બોરના ફળ ખવડાવ્યા હતા તે કથા ખૂબ જ પ્રચલિત છે.


ખુબ જ સરળતાથી અને વગર મહેનતે, પાણીની સગવડ વગર ( દુષ્કાળની પરિસ્થિતિમાં પણ જીવી શકતું ) ઉગાડી શકાતું વૃક્ષ હોવાથી ગ્રામ્યવિસ્તારમાં ખરાબાની જમીન પર સરળતાથી ઉગાડી આવક મેળવી શકાય તેવુ ઉપયોગી વૃક્ષ.
ગરીબો અને નાના ખેડૂતો માટે આવકનુ મહત્વનુ સાધન બની શકે.


વિટામીન સી, એ અને બી થી ભરપૂર.


100 ગ્રામ ફળના માવામાં આશરે 68.1 ગ્રામ પાણી, 1.44 ગ્રામ પ્રોટીન, 2.47 કાર્બોહાયડ્રેટસ, 0.21 ચરબી, 21.66 ગ્રામ ખાંડ અને 1.28 ગ્રામ રેસા હોય છે.
ફળની અલગ પ્રજાતિ પ્રમાણે ઉપરના પ્રમાણમાં ફેરફાર છે. પણ ગુજરાતમાં થતા મળતા ગોલા, ઉમરાન અને રાંદેરી બોર ખૂબ જ સ્વાદિસ્ટ અને માવાદાર હોય છે.


Calcium 25.6 mg
Phosphorus 26.8 mg
Iron 0.76-1.8 mg
Carotene 0.021 mg
Thiamine 0.02-0.024 mg
Riboflavin 0.02-0.038 mg
Niacin 0.7-0.873 mg
Citric Acid 0.2-1.1 mg
Ascorbic Acid 65.8-76.0 mg
Fluoride 0.1-0.2 ppm
Pectin (dry basis) 2.2-3.4%

અથાણા, મુરબ્બા, સુગરકેન્ડી બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. કેટલીક દેશી વેરાયટીના ફળ સૂકવીને લાંબા સમય સુધી સાચવી કરી શકાય છે.

મરી પાવડર સાથે ઉપયોગમાં લેવાથી તાવ અને અપચો અને પેટની તકલીફોમાં રાહત આપે છે.

No comments:

Post a Comment