Thursday, May 6, 2010

ગુંદા

ગુંદા


ગુંદાના ઝાડ મુખ્યત્વે બે પ્રકારના જોવા મળે છે.

નાના ફળવાળા દેશી ગુંદા કે ગુંદી તરીકે ઓળખાય છે.





ઉગડવા માટે ખાસ કોઇ કાળજીની જરૂર નથી. ગામડામાં ગોચર, શેઢાપાળે, પડતર જમીનો પર આપમેળે ઉગી નીકળેલા જોવા મળે છે.

( નોંધ : હાલ અસ્તિત્વ ભયમાં હોય તેવા સંભવિત ઝાડના લીસ્ટમાં મૂકાયેલ ગયેલ છે )



મોટા ફળવાળી જાત પારસ ગુંદા તરીકે ઓળખાય છે અને તે બજારની દ્રષ્ટિએ ઉપયોગી છે.



મોટા ફળો કાચા હોય ત્યારે શાક તરીકે તથા અથાણા બનાવવા ઉપયોગમાં લેવાય છે.





ગુંદાનુ શાક ખુબ જ સ્વાદિષ્ટ હોય છે.

અથાણા તરીકે ખૂબ જ પ્રચલિત છે.





પાકાફળો સીધા જ ખાવા માટે વપરાય છે. ગામડામાં બાળકો ખાય છે. ખૂબ જ નરમ અને ચિકાશયુક્ત માવો હોય લોકો ખાસ પસંદ કરતા નથી. પણ કાચા ફ્ળો બજારમાં ઉંચા ભાવે વેચાય છે માટે જાતે વેચી શકતા નાના ખેડૂતો અને જંગલના આદિવાસીઓ સારી એવી કમાણી કરી શકે.



તાજા ફળો માંના 100 ગ્રામ માવા pulp માં

( As per Article :

Importance of Non-conventional fruitsof India :: Invention Intelligence : July 1994 )



પાણી (ભેજ) 75 g;

એસીડ (ખટાશ) , 0.2 g;

શર્કરા (ખાંડ) , 3.55 g;

પેકટીન (pectin) , 4.5 g;



પ્રોટીન protein 2.06 g;

રેષા , 2.132 g;

ફોસ્ફરસ phosphorus, 0.091 g;

પોટેશિયમ potassium, 1.066 g;

કેલ્શિયમ , 0.062 g;

મેગ્નેશિયમ magnesium, 0.067 g;

લોહ iron 0.005 g

No comments:

Post a Comment