Thursday, May 6, 2010

કેરડો - કેર - બોરડા
કેરડો - રણ અને સૂકા વિસ્તારમા થતુ કાટા-ઝાખરા પ્રકારનુ વૃક્ષ

ભારતનુ વતની અને ખાસ કરીને રાજસ્થાન, કચ્છ જેવા સૂકા વિસ્તારોમા વધુ પ્રમાણમા જોવા મળે. તેની ઘણી જાતો છે અને જગલ, વગડામા આપમેળે ઉગી નીકળેલા હોય છે.

સૂકા વિસ્તારમા લોકોને વગર પાણી એ આવક રળી આપી શકે તેવુ વૃક્ષ છે.

તેના કાચા ફળોનો ઉપયોગ મોટા પાયે આથણાની બનાવટ માટે ઉપયોગ થાય છે અને તેના અથાણાની મોટી માગ હોય છે. સીઝનમા બજારમા રૂ.૪૦ ના કીગ્રા ભાવે વેચાય છે.

તેના ફળોમા વીટામીન સીનુ પ્રમાણ વધુ હોય છે અને અન્ય પોષક તત્વો પણ સારા પ્રમાણ મા હોય છે.

તેને આયુર્વેદમા હદય રોગ નિવારક તથા દમ,કફ, શરદી અને સધિવામા રાહત આપનાર તરીકે ગણવામા આવે છે.

૧૦૦ ગ્રામ દીઠ પોષક તત્વોનઉ આશરે પ્રમાણ નીચે મુજબ હોય છે.

પ્રોટીન - ૧૪ %, ચરબી -૭.૪૩ %, રેસા - ૧૨.૧૨ %, પચી શકે તેવો સ્ટાર્ચ - ૫૯.૪૨ %.
વિટામીન બી (કેરોટીન ) - ૫.૪૦ મીગ્રા, વીટામીન સી- ૧૨૦.૭૦ મીગ્રા, કેલ્શીયમ - ૯૦ મીગ્રા, ફોસ્ફરસ - ૧૭૯ મીગ્રા, લોહ - ૩.૫૦ ગ્રામ, તાબુ - ૧.૧૦ મીગ્રા, ઝિન્ક - ૧.૬૦ મીગ્રા વગેરે

( કૃષિદર્શન -મે-૨૦૦૨, જીએસએફસી લી. દ્વારા પ્રકાશિત )

No comments:

Post a Comment