Sunday, November 11, 2018

Palmyra Palm, Borassus palm, toddy palm, wine palm

તાડ - ગલેલી
Common name: Palmyra Palm, Borassus palm, toddy palm, wine palm
Hindi: ताड़ , ताल , त्रृणराज
Marathi: ताड
Tamil: talam
Malayalam: karimpana
Telugu: tatichettu
Kannada: olegari, taalegari,
Bengali: taala
Konkani: eroal

બોટનિકલ નામ : Borassus Flabellifer

તાડ એ એવું વૃક્ષ છે કે લગભગ બધા ઓળખતા જ હોય. ઉનાળામાં એના ફળનો અમૃત જેવો સ્વાદ આદિવાસી અને ગ્રામ્યવિસ્તારોમાં ખૂબ જ મજાથી માણવામાં આવે છે. ગામડામાં કલ્પવૃક્ષ ગણાતું આ ઝાડ છેલ્લા ઘણા વર્ષોમાં નિરૂપયોગી ગણી ખૂબ ઝડપથી દૂર કરાવામાં આવી રહ્યું છે. આધુનિકતાના જમાનામાં આ ઝાડનો ઉપયોગ હવે ખાસ થતો નથી. 40 વર્ષ પહેલાના જમાનામાં ગામડાઓમાં ઘર બાંધકામ માટે અગત્યનું ઝાડ હતું. હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાકા મકાન ઉપલબ્ધ બન્યા છે અને તાડ વિના કારણે નિરૂપયોગી બન્યા છે.
નર્મદાનાં દક્ષિણ કાંઠે 40 વર્ષ પહેલાનું ગાઢ જંગલ ગાયબ થતા મેં નજરે જોયું છે. હાલ પણ છુટાછવાયાં ઘણા ઝાડ છે. માણસે એમાંથી નશાકારક પીણું તાડી તૈયાર કર્યું અને તાડી પરના પ્રતિબન્ધ વાંકે ઝાડના વિનાશ પ્રત્યે ખૂબ જ બેધ્યાન રખાયું અને એક અદભુત ઝાડ અદ્રશ્ય બનતું ગયું. હજી પણ ભરૂચ રાજપીપળા રોડ પર તવડી અને તરોપા ગામ આ ઝાડથી ઘેરાયેલા છે અને તવડી ગામ તાડના ઝાડને કારણે અદભુત સુંદરતા પામેલું છે.

ઉપયોગ : ગરીબોનુ કલ્પવૃક્ષ કહી શકાય. દરેક ભાગનો રોજબરોજના જીવનમાં ઉપયોગ થાય છે.
* નીરો ( ટોડી ) પીણુ , ગોળ અને ખાંડ બનાવવા
* કાચા ફળમાંથી નીકળતો મલાઈદાર ગર ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ગણાય છે.
*સુકાફળમાંથી નીકળતા ગરનો ઉપયોગ ઘણી બંગાળી મીઠાઈમાં થાય છે
*વિનેગર, Palmwine, દવા, લાકડુ તથા ફળનો સીધો વપરાશ.
*પાંડદાનો ઉપયોગ ઝુપડાનુ છાપરુ, હાથપંખો, હેટ, Baskets, Brushes, સાવરણી ( ઝાડુ ) વગેરે બનાવવા.
તાડમાંથી મળતા પીણા - નીરાની માહિતી નીચે મુજબ છે. જે નીચે Wealth of India-NISCAIRના એક સંદર્ભગ્રંથમાંથી લીધેલ છે. તે ગ્રંથમાં તેના વૈજ્ઞાનિક સંશોધન પત્રો અંગેના સંદર્ભ પણ આપેલા છે. જે અહી આપવા અશક્ય છે.

Neera નીરો ( અંગ્રેજી - Toddy) એ ફૂલોની કળી/ડાળીમા છેદ કરી ભેગો કરાયેલ મધુરસ છે. જેમાં ભરપૂર કુદરતી શર્કરા, ખનીજતત્વો અને કેટલાક વિટામિન રહેલા હોય છે. નીરોમાં રહેલ Natural Yeast અને ભરપૂર સુગરને કારણે તેને પ્રીઝર્વેટીવ વગર 5-6 કલાકથી વધુ સાચવી શકાતો નથી. આથાની ક્રિયાને ( Fermentation ) લીધે તેમાથી આલ્કોહોલ બને છે અને વધુ સમય રહે તો એસિટિક એસીડ ( વિનેગાર-સરકો) બને છે. જે પીવો હાનિકારક છે.
Content-
Male tree / Female tree
Soluble solids 13.28 % / 14.03 %
Sucrose 12.45% / 12.20 %
Reducing Sugar - 0.8 % / 0.16 %
Pectin 0.04 % / 0.04 %
Minerals 0.55 % / 0.33 %
લોહ, વિટામિન C, વિટામિન Bની ઉણપ ધરાવતા લોકો માટે નીરો પોષકતત્વોથી ભરપૂર પૂરક ખોરાક બની રહે છે. નીરો એ શીતળ, મૂત્રવર્ધક, શક્તિવર્ધક, રેચક ગુણ ધરાવતું અમૃત પીણું છે.

As per The Wealth of the Palms - Rama Roa- P. 423... Toddy ( નીરો) is cooling, diuretic, stimulant, antiplegmatic and laxative. Also useful in inflammatory affections, ulcers and dropsy. It can be priscribed in digestive trouble and sometimes in chronic gonorrhoea. Slightly fermented juice is given to diabetes. It is given as tonic to asthmatic and anamic person. It is excellent source of biologically available riboflavin. This is found to be as effective as riboflavin injection in curing of ariboflavinosis. If fermented and distilled then it is comparable to the best mild champagne or American cider or ginger beer.